મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે સુરત જેલ હવાલે કરાયો
મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા એક ઈસમને પાસા હેઠળ ડીટેઇન કરી આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રવિભાઇ ભુદરભાઈ પનારા (ઉ.વ.૨૪), રહે. નળખંભા ગામ, તા.થાન, જી.સુરેન્દ્રનગર વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમને સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્ટાફની પોલીસ ટીમ બનાવી આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરેલ છે.