મોરબીની નવનિર્માણ વિદ્યાલય ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
મોરબી: અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ તથા ગાયત્રી ચેતના કેન્દ્ર – મોરબી દ્વારા નવનિર્માણ વિદ્યાલય વાવડી રોડ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તથા વાત્સલ્યભાઈ ગડારા દ્વારા બાળકોને વ્યસન થી થતાં નુકસાન તથા ગેરફાયદા વિશે સમજણ આપી તથા સમાજને વ્યસન મુક્ત કરવા માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી. આ સમગ્ર કાર્યક્રમ શાળાના સંચાલક રાજકુમાર લો, હરેશભાઈ કુંડારિયા તથા રાજેશભાઈ ચનિયારા તથા નવનિર્માણ વિદ્યાલયના સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવ્યો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવનિર્માણ વિદ્યાલયના સંચાલક રાજેશભાઈ ચનિયારા એ કર્યું તથા કાર્યક્રમના અંતે સંચાલક હરેશભાઈ કુંડારિયાએ આવેલ અધિકારી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના નવનિર્માણ વિદ્યાલય વતી આભાર વ્યક્ત કર્યો.