મોરબીના ગાંધીચોક પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં આવેલ ગાંધી ચોક પાસે મહાનગરપાલિકા કચેરીની દિવાલ પાસેથી યુવકનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં આવેલ ગાંધી ચોક પાસે મહાનગરપાલિકા કચેરીની દિવાલ પાસેથી ફરીયાદીનુ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એમ.-૪૭૩૯ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.