મોરબીમાં વ્યાજ વટાવવાના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો
મોરબીશહેરમાં વ્યાજ વટાવવાના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે મધ્યસ્થ જેલ સુરત હવાલે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામા પકડાયેલ દીનેશભાઇ ગગુભાઇ મકવાણા (ઉ.વ.૪૬) રહે-મોરબી કંડલા બાયપાસ ભક્તિનગર સર્કલ ધર્મસૂષ્ટી સોસાયટી વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવેલ છે.