ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી 181 અભયમ ટીમ
એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 અભયમા મહિલા હેલ્પલાઇન મા ફોન કરી જણાવેલ કે મોરબી સી.ટી વિસ્તારમાં એક પીડિત મહિલા એકલા રસ્તા પર બેઠા છે તકલીફમાં દેખાય છે અને કાંઈ બોલતા નથી તેમની મદદ માટે 181 ની જરૂર છે.
જેને પગલે 181ના કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા પો.કોન્સ્ટેબલ શારદાબેન પાયલોટ રસિકભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યાંના લોકોએ જણાવેલ કે મહિલા એકલા રસ્તા પાસે બેઠા હતા અને રડતા હતા ત્યારબાદ સૌ પ્રથમ 181 ટીમ દ્વારા મહિલા ને સાંત્વના આપી ધીરજ સાથે કાઉન્સેલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેઓ તેમના પતિ સાથે અલગ રહે છે પતિ સાથે ઝઘડો થયેલ તેથી પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય મહિલા પાસે થી તેમના ઘરનું સરનામું મેળવી તેમના ઘરે ગયેલ તેમના પતિ સાથે વાતચીત કરતા જણાવેલ તેમની પત્ની ને થોડા વર્ષ થી માનસિક રીતે બિમાર હોવાથી ઘરેથી અવાર- નવાર નીકળી જાય છે તેમની સારવાર પણ ચાલુ છે.
આજે મહિલાએ ભુવા પાસે દોરા ધાગા કરાવવા જવાનુ કહેલ પતિએ ના પાડેલ અને ઝઘડો થયેલ હતો ત્યારબાદ 181 ટીમે ખોટી અંધશ્રદ્ધા મા ન માનવા બાબતે તેમજ ડોક્ટર ની સલાહ અનુસાર સારવાર કરાવવા લાબી સમજાવટ સાથે મહિલા તેમજ તેમના પતિ ને સલાહ સૂચન માર્ગદર્શન આપેલ મહિલાના પતિ ને મહિલાનું ધ્યાન રાખવા સમજણ આપી અને રોજ ટાઈમ પર દવા આપવાનુ જણાવેલ તેમજ મહિલાએ પણ જણાવેલ કે હવે પછી તેમના પતિને કહ્યા વગર ક્યારેય નીકળશે નહીં. મહિલા ને સહી સલામત તેમના પતિ સાથે મિલન કરાવનાર 181 ટીમ નો આભાર વ્યક્ત કરી કામગીરી બિરદાવી હતી.