હળવદના સુખપર ગામની સીમમાં કેનાલમાંથી ચાર ઇલેક્ટ્રિક મોટરની ચોરી
હળવદ પંથકમાં અવારનવાર કેનાલ પરથી ઇલેક્ટ્રિક મોટર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં સગારીયા નામે ઓળખાતી સિમમા ધાંગધ્રા બ્રાન્ચની કેનાલની શક્તિનગર માઇનોર બ્રાન્ચ કેનાલમાંથી કોઇ અજાણ્યો ચોર ઈસમ ચાર મોટર ચોરી કરી લઇ ગયો હોવાની ખેડૂત દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુખપર ગામે શક્તિનગરમા રહેતા અને ખેતી કરતા રમેશભાઈ સોંડાભાઈ પરમાર (ઉ.વ.૪૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા અન્ય સાથીની સુખપર ગામની સીમમા આવેલ કેનાલમાં રાખેલ પાંચ હોર્સ પાવરની ઇલેક્ટ્રીક મોટરો (દેડકા) નંગ કુલ -૪ જેની કુલ કિ.રૂ ૬૦,૦૦૦ જેટલાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે