ટંકારાના બંગાવડી ગામે નજીવી બાબતે યુવકને ત્રણ શખ્સોએ લાકડી વડે ફટકાર્યો
ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા યુવકે ઘરની બહાર શેરીમાં દુકાન પાસે બેઠા હોય ત્યારે આરોપી બાઈક લઈને યુવકના પાસેથી સ્પીડમા ચલાવતા યુવકે બાઈક ધીમે ચલાવવાનું સારૂં ન લાગતા આરોપીઓએ યુવકને લાકડી વડે મારમાર્યો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા દેવજીભાઈ લખમણભાઇ પડાયા (ઉ.વ.૨૭) એ આરોપી શૈલેષભાઈ દાનાભાઈ પડાયા, દાનાભાઈ માલાભાઈ પડાયા તથા ગંગાબેન દાનાભાઈ પડાયા રહે. બધા બંગાવડીવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ઘરની બહાર શેરીમાં દુકાન પાસે બેઠા હોય તે દરમ્યાન આરોપી શૈલેષભાઈએ તેનું મોટરસાયકલ લઇને ફરીયાદીના નજીકમાંથી સ્પીડમાં ચલાવતા ફરીયાદીએ મોટરસાયકલ ધીમુ ચલાવવા કહેતા આરોપીએ ગાળો બોલી થોડીવારમાં આરોપીઓ હાથમાં લાકડી લઇને આવી ફરીયાદીને વાંસાના ભાગે મુંઢ ઇજા તથા કાનના પાછળના ભાગે લાકડી મારતા સાત ટાંકા આવેલ તેમજ ફરીયાદીને વાંસાના ભાગે સુકા બોરડીનું જારૂ મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.