Sunday, December 7, 2025

મોરબીમાં દુકાનમાંથી ઈલેક્ટ્રીક મોટરનો વાયર તથા સાધનોની ચોરી કરતી ગેંગના બે સભ્યો ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ન્યુ પટેલ રીવાયડીંગ નામની દુકાનનુ શટર ઉંચકી ઘરફોડ ચોરી કરી ઇલેકટ્રીક મોટરોના તાંબાના વાયર તથા સાધનોની ચોરી કરતી ગેંગના બે સભ્યોને કોપર વાયર ૧૦૦ કિ.ગ્રા. કિંમત રૂપિયા-૩૯,૭૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે.

ફરીયાદી મનીષભાઇ રામજીભાઇ મેરજા રહે.મોરબીવાળાએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમા ગુન્હો રજીસ્ટર કરાવેલ કે મોરબીના લખધીરપુર રોડ પર પટેલ ચેમ્બર, કોપ્લેક્ષમાં દુકાન નં-૪ ન્યુ પટેલ રીવાયડીંગ નામની દુકાનમાં ચોરીનો બનાવ બનેલ કે જેમાં કોઇ અજાણ્યા આરોપીએ ફરીયાદીની ઉપરોક્ત દુકાને રાખેલ (૧) ઇલેક્ટ્રીક મોટર કોપર વાયર ૨૮૦ કિ.ગ્રા. કિ.રૂ.૧,૧૧,૫૦૦/- (૨) સબમર્સીબલ મોટરનો નવો વાયર આશરે-૧૦૦ કિ.ગ્રા. કિ.રૂ.૩૯,૭૦૦/- કોપરનો ભંગાર વાયર આશરે-૬૦ કિ.ગ્રા.કિ.રૂ.૨૦,૦૦૦/-(૪)ઇલેકટ્રીક મોટરની બોડી નંગ-૧૨ કિ.રૂ.૧૨૦૦૦/-(૫)ટ્રાન્સફર્મર કિ.રૂ.૫૦૦૦/-(૬)સી.સી.ટી.વી.કેમેરા તથા તેનુ રેકોર્ડર કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧,૯૮,૨૦૦/- ના મુદામાલની ચોરી કરેલ હોય.

જેથી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવા તથા મુદામાલ હસ્તગત કરવા માટે પ્રયત્નો હાથ ધરેલ હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઇસમો એક જુની નંબર વગરની છકડો રીક્ષામાં આ ચોરીનો મુદામાલ ભરી ધરમપુર રોડ ઉપરથી નિકળનાર હોવાની બાતમીના આધારે લાભનગર પાસે વોચમાં રાખેલ દરમ્યાન રોડ પરથી બાતમીવાળી છકડોરીક્ષામાં ચોરીના મુદામાલ સાથે ઇસમો સંજય ઉર્ફે અભલો ગીરીશભાઇ સોલંકી દેવીપુજક તથા સંજય ઉર્ફે સંજલો શંભુભાઇ ડાભી રહે. રાજકોટવાળા પાસેથી ગુન્હામાં ઉપયોગ કરેલ છકડો રીક્ષા કિ.રૂ.૨૫૦૦૦/- તથા ઘરફોડ ચોરીમાં મેળવેલ મુદામાલ આશરે ૧૦૦ કિલો તાંબાનો વાયર કિંમત રૂપિયા ૩૯,૭૦૦/- નો મળી કુલ કિ.રૂ.૬૪,૭૦૦ ના મુદામાલ રીકવર કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ગુન્હાનો મુદામાલ રીકવર કરી આગળની કાર્યવાહિ હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર