મોરબી: મોટા દહિસરા લીલો લાઇનમાં કામ અંગે 2018 માં થયેલ FIR રદ કરવા બાબે એસપીને રજુઆત
મોરબી: વર્ષ ૨૦૧૮ માં થયેલ ૧૩૨ કેવી મોટા દહિંસરા લીલો લાઇનના કામ અંગે જેટકોના અધિકારીઓ ઉપર FIR કરવામાં આવેલ છે જે જીઈબી એન્જિનિયર એસોસિએશન દ્વારા મોરબી જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી ખોટી FIR રદ કરવા રજૂઆત કરી હતી.
ગુજરાત એનર્જી ટ્રાંસમિશન લિમિટેડ ( GETCO) ને કોર્પોરેશન મળેલી અધિકાર ની રુએ, જેટકો દ્વારા ૧૩૨કેવી D/C લીલો મોટા દહિંસરા લાઈન ની કામગીરી પુણઁ કરેલ હતી. જાહેર હીત માટે, આ લાઇન અને ૧૩૨કેવી મોટા દહિંસરા સબસ્ટેશન ની માળખાકીય સુવિધા મળતા, માળીયા તાલુકાના લોકોની સુખાકારીમાં ખુબ જ મોટો વધારો થયો છે.
મોરબી જિલ્લામાં હાલ સરકારી કર્મચારીઓને માનસિક રીતે હેરાન-પરેશાન કરવા તથા કારકિર્દિ ખતમ કરવાના પ્રયાસો કરવા , જેટકો તથા રાજ્ય સરકાર ને બદનામ કરવાની પ્રવ્રુતી કરવી, ભયનો માહોલ ઉભો કરવો, બ્લેક મઈલ કરવાની કોશિશ કરવી જેવા કાર્યો ચાલી રહ્યા હોય તેવું લાગે છે.
બે દિવસ પહેલા, જેટકો અધિકારીઓ ઉપર ૨૦૧૮ માં કરેલી લાઇન અંગે, પંચમાં માત્ર એકાવ્યક્તિ ની કથિત સહી અને બે ભાઇઓ વચ્ચે જમીન વિવાદમાં , આશરે એક વરસ પછી જમીન માપણી કરાવી ને , જેટકોના દરેક પ્રકારના કાગળ જેમાં (લાઇનમાં કંઇ ખોટુ થયેલુ નથી) એવા GETCO દ્વારા લખાયેલા પત્રોને અવગણીને, આશરે આઠ વરસ પછી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે જેટકો ઓથોરિટીની પુર્વ મંજુરી વગર, જેટકો અધિકારીની જાણ બહાર અને પુરતી તપાસ કર્યા વગર ફરિયાદ દાખલ થંઇ છે. જેથી ખોટી રીતે કરવામાં આવેલી આ એફ.આઈ.આર તાત્કાલીક અસરથી રદ કરવામાં રજુઆત કરી હતી.