હળવદના રણછોડગઢ ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ; આરોપી ફરાર
હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડી કુલ કિ.રૂ ૧,૦૮,૦૦૦/- નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે રણછોડગઢ ગામની સીમમાં રેઇડ કરતા દેશી દારૂ બનાવવાની ચાલુ ભટ્ટી પકડી દેશી દારૂ લીટર ૨૧૫ તેમજ દેશી દારૂ બનાવવાનો આથો લીટર- ૨૬૦૦ મળી કુલ કિ.રૂ ૧,૦૮,૦૦૦/- નો મુદામાલ પકડી બે ઇસમો સહદેવભાઇ કનુભાઇ સુરેલા રહે ગામ રણછોડગઢ ઝુંડ તા.હળવદ તથા ઇલેશ શંભુભાઇ ડાભી રહે ગામ સુંદરગઢ તા. હળવદવાળા વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.