મોરબી: સાયબર ફ્રોડથી છેતરપીંડી કરી નાણાં બેન્ક એકાઉન્ટ જમા કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: ફ્રોડ આચરવા માટે ત્રણ શખ્સોએ સિન્ડિકેટ બનાવી અલગ અલગ રાજ્યના વ્યક્તિઓએ સાથે છેતરપિંડી કરી સાયબર ફ્રોડથી મેળવેલ નાણાં આરોપીના બેન્ક એકાઉન્ટ જમા કરાવી ચેકથી તથા એ.ટી.એમ. થી વિડ્રો કરી ગુન્હો કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વર્સ વિજેન્દ્રસીંઘ ધામા રહે. વુદાવન પાર્ક માં એપાર્ટમેન્ટ-૧૦૧ કર્ણાવતી હોટલ પાસે મોરબી-૨ તથા આયુષરાજસિંહ જાડેજા રહે.અનંતનગર ઉમા ટાઉનશીપ પાસે મોરબી-૨ તથા દિવ્યરાજસિંહ જાડેજા રહે. અનંતનગર ઉમા ટાઉનશીપ પાસે મોરબી-૨ તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઇસમોએ સાયબર ફ્રોડ કરવા સારૂ સીન્ડીકેટ ચેનલ બનાવી સંગઠીત અપરાધ કરવા માટે ગુન્હાહીત કાવતરૂ રચી અલગ અલગ રાજયોના અલગ અલગ વ્યકિતઓ સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા પોતાના આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી વર્સ વિજેન્દ્રસીંઘ ધામા ના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી તથા એ.ટી.એમ.થી વિડ્રો કરી ગુન્હો કર્યો હોવાથી આરોપીઓ વિરુદ્ધ ભારતિય ન્યાય સંહિતા -૨૦૨૩ની કલમ ૧૧૧(૨)(બી), ૩૧૬(૫),૩૧૮(૪),૬૧(૨),મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.