મોરબી: આર્થીક લાભ માટે બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી પડી ભારે: 06 શખ્સો વિરુદ્ધ ફરીયાદ
મોરબીમાં રહેતા છ શખ્સોએ આર્થીક લાભ મેળવવા માટે સાયબર ફ્રોડથી મેળવેલ રકમ પોતાના બેન્ક એકાઉન્ટમા જમા કરી હતી જેથી આ રકમ જમા કરનાર છ ઈસમો વિરૂદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. જયપાલસિંહ અજીતસિંહ ઝાલાએ આરોપી ભરતભાઇ પરસોત્તમભાઇ કાનજીભાઇ બારડ (ઉ.વ. ૪૦) રહે. નવલખીરોડ, રણછોડનગર-૧, ગરબી ચોક પાસે, મોરબી, રોહિતભાઇ બચુભાઇ મુંઝારીયા રહે. મહેન્દ્રપરા શેરી નં.-૧૪ હાલ રહે. રવાપરગામ, રવેચી બંગલા વાળી શેરી, મોરબ, રાહુલ બચુભાઇ મુંઝારીયા રહે. રવાપરગામ, રવેચી બંગલા વાળી શેરી, મોરબી, રાજા રામભાઇ મકવાણા રહે. દલવાડી સર્કલ, પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનમાં મોરબી, લક્ષ્મણભાઇ ભરવાડ રહે. વાવડીરોડ, મનીષ વિધાલય સામે, મોરબી, મનીષભાઇ ડાયાભાઇ દોશી રહે. નવા બસ સ્ટેન્ડ સામે, સદગુરૂ પાન વાળી શેરીમાં, મોરબીવાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ તથા તેના લાગતા વળગતા ઇસમોએ અલગ અલગ વ્યકિતઓ પાસેથી સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા પોતાના અલગ અલગ એજન્ટોને નિમી તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિડ્રો કરી કેસ મેળવી સાયબર ફ્રોડના નાણા સગેવગે કર્યા હોવાથી આરોપીઓ વિરુદ્ધ ભારતિય ન્યાય સંહિતા -૨૦૨૩ની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨),૫૪, ૩૧૭(૨) મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
