હળવદના કોયબા નજીક થી ગેરકાયદેસર સબસિડી યુક્ત રાસાયણિક ખાતર યુરીયાની 400 બેગ ઝડપાઈ
હળવદ તાલુકાના કોયબા ગામના પાટીયા પાસેથી સબસીડીયુક્ત રાસાયણીક યુરીયા ખાતર IFFCO કંપનીની ૪૦૦ બેગ કી.રૂ. ૮,૦૦,૪૫૬/- નોજથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન કોયબા ગામના પાટીયા પાસેથી ગેરકાયદેસર સબસીડીયુક્ત રાસાયણીક યુરીયા ખાતરનો જથ્થો IFFCO કંપનીની ૪૦૦ બેગ કી.રૂ. ૮,૦૦,૪૫૬/- તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહનો મળી કુલ કિ.રૂ.૧૫.૦૦,૪૫૬ નો મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપી નાગજીભાઇ રાજાભાઈ ગમારા (ઉ.વ.૩૭) રહે. નવા મકનસર તથા કરશનભાઇ સેલાભાઈ ડોરાળા(ઉ.વ.૨૭) રહે, રાણેકપર તા.હળવદવાળા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.