ટંકારા ટાઉન વિસ્તારમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની દશ ફીરકી સાથે એક ઈસમ ઝડપાયો
ટંકારા ટાઉન વિસ્તારમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૧૦ કી.રૂ. ૧૫૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ ટંકારા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ટંકારાના તીલકનગરમાંથી આરોપી સારીમભાઇ હારૂનભાઇ હીંગરોજા રહે. ટંકારા મામલતદાર ઓફીસર પાછળ તા.ટંકારાવાળાના કબજામાંથી પ્રતિબંધીત ચાઇનીજ દોરીની ફીરકી નંગ-૧૦ કી.રૂ. ૧૫૦૦/- નો મુદામાલ મળી આવતા ઇસમે જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.