Sunday, December 14, 2025

સાયબર ફ્રોડથી નાણાં ભાગીદારીમા મેળવી બેન્ક એકાઉન્ટમાં જમા કરી કમીશન મેળવનાર ચાર શખ્સોની અટક

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સાયબર ગઠીયાઓને પાઠ ભણાવવા મોરબી સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સાયબર ફ્રોડ કરવામાં માટે સિન્ડિકેટ બનાવી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે છેતરપીંડીથી મેળવેલ નાણાં સગેવગે કરવા આરોપીઓએ કમીશનથી નાણાં પોતાના ખાતામાં ટ્રાન્જેકશન કરાવી નાણા ચેક થી વિડ્રો કરી સગેવગે કર્યા હોવાની પાંચ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હોય જેમાં ચાર શખ્સોની પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપી હરજીવનભાઈ નરભેરામ પટેલ રહે. મુળ માનગઢ તા. હળવદ જિ. મોરબી હાલ રહે. ગામ કડીયાણા તા. હળવદ, મુકેશભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહે. ગામ કડિયાણા, જગદિશભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહે ગામ કડિયાણા તા. હળવદ, સાગર ભુદરભાઈ પટેલ રહે. ગામ મેરુપર તા. હળવદ જિ. મોરબી, શ્રીપાલસિંહ જેના રહે. ગામ સાપકડા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી મુકેશભાઈ, જગદીશભાઇ, સાગરભાઈએ અલગ અલગ વ્યકિતઓ પાસેથી સાયબર ફ્રોડ કે છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા આરોપી શ્રીપાલસિંહ પાસેથી આરોપી મુકેશભાઈએ ૧ ટકા કમિશન મેળવી તથા આરોપી નં. મુકેશભાઈ, જગદીશભાઇ, સાગરભાઈએ ૦.૫ ટકા કમિશન મેળવી સાયબર ફ્રોડના નાણા આરોપીઓએ પોતાના ખાતામા નાણા ના ટ્રાન્ઝેક્શન કરાવી નાણા ચેક થી વિડ્રો કરી આર્થિક લાભ મેળવી આરોપી શ્રીપાલસિંહને આપી સાયબર ફ્રોડના નાણા આંગડીયા પેઢી મારફતે મોકલી સગેવગે કરેલ હોવાથી આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપી હરજીવનભાઈ, મુકેશભાઈ, જગદીશભાઇ સાગરની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર