મોરબીમાં વ્યાજખોરોએ ધાકધમકી આપી એક વ્યક્તિ પાસેથી બે ફ્લેટ પડાવ્યા: ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ
મોરબી જીલ્લામાં વ્યાજખોરોને કોઈ રોકી શકે તેમ નથી વ્યાજખોરોને મજા આવે તેમ ધમકીઓ મારી પઠાણી ઉઘરાણી કરતા હોય છે ત્યારે મોરબીમાં રહેતા મહિલાના પતિ અમિતાભ આરોપી સાથે જુગાર રમતા હોય ત્યારે રૂપિયા ૨૨ લાખ હારી જતા આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ જે વ્યાજ સહિતની રકમ પેટે બે આરોપીએ મહિલાના પતિને ધમકીઓ આપી બળજબરી પૂર્વક બે ફ્લેટના વેચાણ દસ્તાવેજ કરાવી લઈ લિધેલ તેમજ અન્ય આરોપીને આપવા માટે રૂપિયા લીધેલ હોય જેનું વ્યાજ ન આપી શકતા આરોપીઓએ તેની ઉઘરાણી કરી મહિલાના પતિ તથા સસરાને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ આવેલ ઉમીયા સોસાયટી રામભક્તિ એપાર્ટમેન્ટની સામે રહેતા ડીમ્પલબેન અમિતાભ વડગામા (ઉ.વ.૩૭) એ આરોપી દિપકસિંહ વાઘેલા રહે નાની બજાર મોરબી, આકાશ કાથરાણી રહે રાજકોટ, રમેશભાઇ રામભાઇ બોરીચા રહે.ચિત્રકુટ પાછળ, પંચવટી સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, મોરબી, ભગવાનભાઇ કુંભરવાડીયા રહે.-શીવ શક્તિ સોસાયટી, હનુમાનજીના મંદિરની સામે, રવાપર ધુનડા રોડ, મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ અમિતાભભાઈ આરોપી દિપકસિંહ સાથે જુગારમા રૂપિયા ૨૨,૦૦,૦૦૦/- હારી જતા તે રકમ ચુકવવા માટે આરોપી આકાશ પાસે રૂપિયા દસ લાખ પાંચ ટકાના વ્યાજે લીધેલ જેના વ્યાજ સહિતની રકમ પેટે આરોપી આકાશએ ફરીયાદીના પતિ અમિતાભાઈને ધાકધમકી આપી બળજબરી પુર્વક બે ફ્લેટ વેચાણ દસ્તાવેજ કરાવી બળજબરી પુર્વક લઇ લીધેલ તેમજ આરોપી દિપકસિંહને રૂપિયા આપવા માટે આરોપી રમેશભાઈ તથા ભગવાનભાઈ પાસેથી અનુક્રમે સાડા પાચ લાખ તથા અઢી લાખ પાંચ ટકાના વ્યાજ દરે લીધેલ જેનુ વ્યાજ ફરીયાદીના પતી ચુકવતા આવેલ અને છેલ્લા બે મહિનાથી તબિયત સારી ન હોવાથી વ્યાજની રકમ ચુકવી નહી શકતા તમામ આરોપીઓએ પોતાની વ્યાજ તથા મુળ રકમ રૂપિયા મેળવવા માટે તેઓ ફરીયાદીના પતિ તથા ફરીયાદીના સસરાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
