Tuesday, December 16, 2025

હળવદમાં જુના ઝઘડાનો ખાર રાખી યુવક સહિત બે વ્યકિત પર ત્રણ શખ્સોનો તલવાર વડે હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ રહેતો યુવક પોતાના ઘરે જમવા જતો હોય ત્યારે ત્રણ ત્રણ શખ્સો ફરીયાદીના ઘર પાસે આવી યુવકના કૌટુંબિક ભાઈ સાથે આરોપીઓને ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી યુવક પર ત્રણ શખ્સોએ તલવાર વડે હુમલો કરી માર માર્યો તેમજ સાથી સરોજબેન વચ્ચે પડતા તેમને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ રહેતા વિજયભાઈ કાળુભાઈ પરમાર (ઉ.વ.૨૦) એ આરોપી ઉમેશભાઇ બચુઅભાઇ રાઠોડ રહે.સરા રોડ હળવદ, પ્રકાશભાઇ રાઠોડ, જીતુભાઇ જગાભાઇ રાઠોડ રહે બન્ને.રહે.ક્રુષી શાળા રોડ બસ સ્ટેશન પાછળ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી બપોરના બે એક વાગ્યાના અરસામા હળવદ બસ સ્ટેશન પાછળ ઘરે જમવા માટે જતા આરોપીઓ ફરીયાદીના ઘર પાસે આવેલ અને ફરીયાદીના કોટુબીક ભાઇઓ સાથે આરોપીઓને એકાદ મહીના પહેલા જગડો થયેલ હોય જેનુ મન:દુખ રાખી ધોકો તથા તલવાર વડે હુમલો કરી ફરીયાદીના ત્રણેય મોટર સાઇકલમા તોડફોડ કરી નુકશાન કરી ફરીયાદીના બન્ને પગમા ગોઠણના ભાગે લાકડાના ધોકા વડે માર મારી મુઢ ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સાથી સરોજબેન કાળુભાઇ પરમાર વચ્ચે પડતા તેને પણ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર