મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ નાણાં સગેવગે કરનાર વધુ ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ
રાજ્યભરમાં સાયબર ક્રાઇમ કરી અને મેળવેલ નાણાં મ્યુલ એકાઉન્ટનમા જમા કરી સગેવગે કરનાર શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં છેતરપિંડી નાણાં સગેવગે કરનાર આવા વધું ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપી જયદિપપુરી કિશોરપુરી ગોસ્વામી, રહે.સીરામીક સીટી, અવધ પેલેસ, ફલેટ નંબર ૭૦૩, લાલપર, તા.જી.મોરબી, આર્યમન ઉર્ફે ઉદય રાજેશભાઇ રૂંજા રહે.બોરીચા વાસ, મોરબી હાલ રહે.ધર્મસૃષ્ટ્રી સોસાયટી, શનાાળા બાયપાસ, મોરબી, ભરતભાઇ પરમાર રહે.ધુનડા (સજજનપર) તા.ટંકારા, અભિષેકસિંહ ઉર્ફે અભિરાજસિંહ દશરથસિંહ જાડેજા રહે.મોરબી તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે આરોપીઓ પૈકી આરોપી અભિષેકસિંહએ તેના લાગતા વળગતા ઇસમો સાથે એકબીજા સાથે મળી અલગ અલગ વ્યકિતઓ પાસેથી સાયબર ફ્રોડ કે છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા પોતાના અલગ અલગ એજન્ટો આરોપી જયદીપપુરી, આર્યમન ઉર્ફે ઉદય, ભરતભાઈને નિમી તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કે છેતરપીંડી થી મેળવેલ રકમ રૂા. 38,42,650/- જમા કરાવી તે રકમ ચેક/એ.ટી.એમ થી વિથડ્રો કરી આંગળીયા મારફતે મોકલી સગેવગે કરેલ હોવાથી આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૫),૩૧૮(૪), ૬૧(૨),૫૪, ૩૧૭(૨) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.