મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત; વેપારીના પરિવારને બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી કરી પઠાણી ઉઘરાણી
મોરબી શહેર તેમજ જિલ્લામાં વ્યાજના દુષણને ડામવા પોલીસ તેમજ જ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવા છતાં તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે અને વ્યાજખોરો આજે પણ બેફામ બની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીમાં વેપારીએ ધંધા માટે વ્યાજે રૂપિયા લીધેલ હોય તે રૂપિયા વ્યાજ સહિત ચૂકવી આપેલ હોય તેમ છતા પઠાણી ઉઘરાણી કરી વેપારીના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ રોલા રાતડીયાની વાડી મેઇન કેનાલ રામદેવપીરના મંદિરની બાજુમાં રહેતા કિશોરભાઈ જીણાભાઇ પરમાર (ઉ.વ.૩૫) એ આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ પઢારીયા રહે. નાના રામપર તા. ટંકારા તથા ભરતભાઈ રબારી રહે. થોરાળા તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ધંધા બાબતે નાણાની જરૂરત પડતા આરોપી પાસેથી સૌ-પ્રથમ હાથ ઉછીના રૂપિયા ૧,૦૦,૦૦૦/- લીધેલ હોય જે બાદ વધુ નાણાની જરૂરત પડતા ફરીયાદીએ આરોપી પાસેથી કટકે કટકે રૂપિયા ૨૧,૦૦,૦૦૦/- લીધેલ હોય જે રૂપિયા આપી દીધેલ હોય જેનુ નોટરી લખાણ કરેલ હોય તેમ છતા આરોપી પ્રકાશભાઈએ ફરીયાદી પાસેથી એક લાખના એક દિવસના રૂપિયા ૮૦૦ લેખે વ્યાજ પેટે કટકે કટકે કુલ રૂપિયા ૨૬,૦૦,૦૦૦/- પઠાણી ઉઘરાણુ કરી મેળવી લીધેલ હોય અને હજુ વધુ રૂપિયા ૭૮,૦૦,૦૦૦/- ની માંગણી કરતા હોય જો રૂપિયા નહી આપેતો ફરીયાદી તેમજ તેના પરીવારને મારી નાખવાની ધમકી આપતા હોય તેમજ આરોપી ભરતભાઈ પાસેથી રૂપિયા ૫,૦૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય તેને કટકે કટકે ૭,૦૦,૦૦૦/- આપી દીધેલ હોય તેમ છતા આરોપી ભરતભાઈએ વધુ રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ની વ્યાજ સહીત માંગણી કરી અને જો રૂપિયા નહી આપેતો ફરીયાદી તથા તેના પરીવારને મારી નાખવાની ધમકી આપતા હોય જેથી આ બન્ને આરોપીઓએ ફરીયાદી પાસેથી કટકે કટકે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહીંતા એકટ ૨૦૨૩ની કલમ – ૩૦૮(પ), ૩૫૧(૩), ૫૪ તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ -૨૦૧૧ ની કલમ ૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
