ટંકારા વિસ્તારમાં નશાકારક ગોગો સ્ટીક તથા સેલીંગ પેપરનુ વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા
મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીક તથા રોલીંગ પેપરનું વેંચાણ કરતા બે ઈસમો મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેઈડ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બે ઈસમો પાસેથી નશાકારક ગોગો સ્ટીડ નંગ-૫૧ તથા રોલીંગ પેપર નંગ-૨૫ કબ્જે કરી આરોપી એજાજભાઈ ગનીભાઈ જુણાય (ઉ.વ.૩૫), રહે. મેમણશેરી, ટંકારા તથા ઈકબાલભાઈ આદમભાઈ માડડીયા (ઉ.વ.૫૧), રહે. સંધીવાસ, ટંકારાવાળા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ ટંકારા પોલીસ રસ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.