માળીયાના કાજરડા ગામે યુવક સહિત બે વ્યકિત પર પાંચ શખ્સોનો છરી વડે
માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા યુવકના કાકાની દિકરીના લગ્ન યુવકની ફઈના દિકરા સાથે થયેલ હોય બંને પતિ-પત્ની વચ્ચે મનમેળ ન રહેતા દિકરી રીસામણે હોય જે બાબતેનો ખાર રાખી યુવકના ફી રહીમાબેનના ઘરે જતા આરોપીઓએ યુવકના દાદી સાથે ઝઘડો કરી યુવકને તથા સાથીને છરી, ધારીયા વડે ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા અસગરભાઈ અલાઉદ્દીનભાઈ બાબરીયા (ઉ.વ.૨૪) એ આરોપી સારબાઇ દોસમહમદભાઇ બાબરીયા, રેશમા સુલતાનભાઇ જેડા, દોશમહમદ જુસબભાઇ બાબરીયા, સલેમાન ઉર્ફે ડાડો દોસમહમદ બાબરીયા, જાનમહમદ ઉર્ફે જાનો દોસમહમદ બાબરીયા રહે.બધા કાજરડા તા.માળિયા (મીં)વાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી મોટા બાપુ તથા તેના ઘરના સભ્યો થતા હોય અને ફરીયાદીના કાકા આમદભાઇની દીકરીના લગ્ન ફરીયાદીની ફઇ શેરબાનુબેન નુરમહમદભાઇ ભટીના દીકરા સિકંદર સાથે થયેલ હતા અને બંને પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા આમદભાઇની દીકરી રિસામણે પીયર આવી જતા સિકંદરેએ બીજા લગ્ન કરી લીધેલ હોય જે બાબતે ફરીયાદીને તથા ફરિયાદિના કાકા હસણભાઇ તથા ફરિયાદિના ફઇને મનદુખ ચાલતુ હોય અને એકબીજા સાથે બોલતા ન હોય ફરીયાદીના ફઇ તથા તેનો દીકરો સિકદર કાજેડા ખાતે ઉર્ષમાં આવેલ હોય અને તેઓના ફઇ ફરીયાદીના દાદી ઇજા પમનાર રહીમાબેન જુસબભાઇ બાબરીયાના ઘરે જતા આ બાબતે આરોપીઓએ ફરીયાદીના દાદી સાથે બોલાચાલી ઝઘડો કરી આરોપીએ ધક્કો મારી પાડી દઈ ધોકા વડે મારમારી ઇજા કરી હતી તેમજ ફરીયાદીને તથા સાથી હસણભાઈને આરોપીઓએ છરી તથા ધારીયા વડે મારમારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
