મોરબીના રંગપર – જેતપર રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત
મોરબીના રંગપર – જેતપર રોડ પર વિરાટનગર આગળ તરલ આઇઓસીએલ પેટ્રોલપંપ સામે ડીવાઈડર કટ નજીક રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ મોરબીના પાનેલી રોડ પર રફાળેશ્વર ભુદેવ પાનની સામે આનંદ લોડર વર્કશોપમા રહેતા અને મજુરી કામ કરતા રાજુભાઈ મોતીભાઈ પરમાર (ઉ.વ.૪૪) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -આર.જે-૦૭-જી.ઈ-૪૭૧૩ ના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના રંગપર – જેતપર રોડ પર વિરાટનગર આગળ તરલ આઇઓસીએલ પેટ્રોલપંપ સામે ડીવાઈડર કટ નજીક રોડ ઉપર ટ્રક રજીસ્ટર નંબર RJ-07-GE-4713 ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેફીકરાઇ રીતે ચલાવી મરણ જનારના બજાજ પલ્સર મોટર સાયકલ રજીસ્ટર GJ-10-CB 0383 વાળાને હડફેટે લેતા બાઈક સવારને માથામાં તથા શરીરે ગંભીર ઇજા પહોંચતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.