મોરબીના લખધીરપુર રોડ ઉપર ઓરડીમાંથી વિદેશી દારૂની 79 બોટલ સાથે એક ઇસમ ઝડપાયો
આગામી 31 ડીસેમ્બરના અનુસંધાને મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેલવી પ્લાઝાના ત્રીજા માળે બિનવારસી ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -79 કિંમત રૂ. 2,54,435 નાં મુદામાલ સાથે એક ઇસમને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફની બાતમીના આધારે મોરબી-ર લગધીરપુર રોડ, વૈભવ હોટલ સામે કોનેલ સીરામીક ની બાજુમાં કેલવી પ્લાજાના ત્રીજા માળે બીનવારસી ઓરડીમાં રેઇડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-79 જેની કિ.રૂ. કિ.રૂ.2,54,435 /- નો મુદ્દામાલ પકડી એક ઇસમ દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૩૨) રહે.શીવપાર્ક સોસાયટી શેરી નં.૩, ધરમપુર રોડ મોરબી-૨ મુળ રહે. ગુંદીયાળી તા. માંડવી જી. કચ્છવાળા વિરુદ્ધમાં પોહીબીશન એકટ મુજબ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.