મોરબી: શ્રી રોકડીયા હનુમાનજી ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે, આ ભારત ભુમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષોએ જન્મ ધારણ કર્યા છે, તેથી આ ભૂમિ પાવન બની છે, પવિત્ર બની છે, ભારતની આ પાવન ભૂમિ પર યુગોથી કથાઓ થતી આવી છે, કથામાં તત્વ અને અમૃત એવું રહેલું છે રોજ રોજ આ કથા સાંભળીએ તો પણ તૃપ્ત થવાનું જ નથી, તેથી તો તેની મહિમાં અખંડ છે,
ત્યારે મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રી રોકડીયા હનુમાનજી ખાતે ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્ ભગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવેલ છે જે કથાનો મંગલ પ્રારંભ રવિવાર તા. ૨૮-૧૨-૨૦૨૫ ના રોજ સવારે થશે કથા શનિવાર તા.૦૩-૦૧-૨૦૨૬ ના રોજ વિરામ થશે. તેમજ વ્યાસ પીઠ ઉપર સુપ્રસિદ્ધ શ્રીમદ્ ભાગવત કથાકાર – શાસ્ત્રીજી રાજુભાઈ આર. (આંદરણાવાળા) ધારેશ્વર મહાદેવના પરમ ઉપાસક વ્યાસ પીઠ પર બિરાજી કથાનું સુંદર સંગીતમય શૈલીમાં કથા અમૃતનું રસપાન કરાવશે. આ અલૌકિક આત્મ કલ્યાણના પુનિત જ્ઞાનયજ્ઞનું સદભાગી થવા સર્વ પ્રજાજનોને સહપરિવાર પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.