ક્રિટિકલ કેર ક્ષેત્રે નામાંકિત આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા ના નામે વધુ એક મોટી સફળતા
9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા થયું હતું, કિડની માં ડેમેજ થયું હતું, ઓક્સિજન લેવલ તેમજ GCS ખૂબ ઓછું જણાતા તત્કાલીક ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા તેમજ બીપી ખૂબ ઓછુ હોવાથી બીપી વધારવાના ઇન્જેક્શન નો ખૂબ જ વધારે ડોઝ આપવો પડ્યો હતો, આમ દર્દી ની 85 વર્ષની ઉમર હોય અને એક સાથે આટલી બધી તકલીફો લાગુ પડેલી હોય અને દર્દી વેન્ટિલેટર પર હોય છતાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ અને આયુષ હોસ્પિટલ ની સારવાર ખૂબ જ સફળતા પૂર્વક થતા માત્ર એક અઠવાડિયામાં દર્દી ની રજા કરવામાં આવી અને દર્દી તેમજ દર્દી ના સગા દ્વારા ડોક્ટર સાહેબ અને આયુષ હોસ્પિટલ નો ખૂબ આભાર માનવામાં આવ્યો.