Sunday, December 21, 2025

PGVCL હળવદ દ્વારા ‘સુરક્ષા જ જિંદગી’ ના મંત્ર સાથે વિશેષ સેમિનાર: સેફ્ટી મૂવી નિહાળી કર્મચારીઓ અને પરિવારો ભાવુક થયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: વીજળીએ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી ‘સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.

સેફ્ટી મૂવીનું પ્રદર્શન: સેમિનારનું મુખ્ય આકર્ષણ સુરક્ષા પર આધારિત એક વિશેષ મૂવી (ફિલ્મ) હતું. આ મૂવીમાં વીજ અકસ્માતની ગંભીર અસરો અને એક નાનકડી ભૂલ કેવી રીતે આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે, તેનું હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું હતું. મૂવી નિહાળ્યા બાદ ઉપસ્થિત કર્મચારીઓ, કોન્ટ્રાકટર મિત્રો અને તેમના પરિવારના સભ્યો સુરક્ષાના નિયમો પાળવા અંગે ભાવુક અને જાગૃત બન્યા હતા.

સુરક્ષાના મુખ્ય મુદ્દાઓ પર માર્ગદર્શન:

કાર્યક્રમના અધ્યક્ષ અધિક્ષક ઇજનેર શ્રી ઘાડીયા સાહેબ અને અતિથિ વિશેષ કાર્યપાલક ઇજનેર ચૌહાણ દ્વારા સુરક્ષાના નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

PPE કીટનો અનિવાર્ય ઉપયોગ: હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ અને ગ્લવ્ઝ વગર લાઈન પર કામ ન કરવું.

શિસ્તબદ્ધ કાર્યશૈલી: કામ શરૂ કરતા પહેલા લાઈન ક્લિયરન્સ (LC) લેવાની પદ્ધતિનું ચુસ્ત પાલન.

પરિવારની ભૂમિકા: કર્મચારી જ્યારે ઘરેથી કામ પર નીકળે ત્યારે પરિવારના સભ્યોએ તેમને સુરક્ષાના સાધનો સાથે જવાની યાદ અપાવવી.

આ કાર્યક્રમની શરૂઆતમાં એમ. આર. વસાવા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું, જ્યારે જે. એલ. બરંડા સાહેબ દ્વારા ઉપસ્થિત સૌને ફરજ દરમિયાન સુરક્ષાના માપદંડોને પ્રથમ પ્રાધાન્ય આપવા માટેની ‘સેફ્ટી પ્રતિજ્ઞા’ લેવડાવવામાં આવી હતી. વક્તા તરીકે એમ. એમ. ચૌધરી, કે. પી. પટેલ, પી. ડી. પટેલ, હુંબલ અને બરંડાએ ટેકનિકલ સેફ્ટી અને ઉર્જા બચત વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. તેમજ બહોળી ઉપસ્થિતિમા આ કાર્યક્રમમાં મોરબી વર્તુળ કચેરી અને હળવદ વિભાગીય કચેરીના અધિકારીઓ, મોટી સંખ્યામાં કર્મચારીઓ, લાઈન સ્ટાફ, કોન્ટ્રાકટરો અને ખાસ કરીને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું પ્રભાવી સંચાલન પ્રતિક પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સેમિનાર દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો હતો કે, “તમારી સુરક્ષા એ જ તમારા પરિવારની ખુશી છે.” પીજીવીસીએલના આ પ્રયાસને કર્મચારીઓ અને શહેરીજનોએ ખૂબ બિરદાવ્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર