માળીયા મીયાણાના વિદરકા ગામેથી દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપાઈ
માળીયા મીયાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન માળીયા તાલુકાના વિદરકા ગામની સીમમા નદીના કાંઠા પાસે ચાલુ હાલતની બે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે.
માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પ્રથમ રેઈડ કરી માળીયા મીંયાણા તાલુકાના વિદરકા ગામની સીમમા નદીના કાંઠા પાસે આરોપી અલ્તાફભાઈ હસણભાઇ સંઘવાણી રહે. વિરવિદરકા ગામ તા.માળીયા મી જી.મોરબી. વાળાની દેશીદારૂ ઉતારવાની ભઠ્ઠી ચાલુ હોય તેવી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દેશીદારૂ લીટર ૪૬૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૬૦૦ તથા ભઠ્ઠીને લગત ચીજવસ્તુ મળી પ્રોહી. ની સફળ રેઇડ કરી કુલ મુદામાલ રૂ. ૧,૫૭,૧૦૦/- ના જથ્થા સાથે રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવેલ ઇસમ વિરૂધ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હા રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
જ્યારે બીજી રેઇડ દરમિયાન આરોપી મકબુલભાઇ ગફુરભાઇ સામતાણી રહે વિરવિદરકા તા.માળીયા મીં જી.મોરબી વાળાની દેશીદારૂ ઉતારવાની ભઠ્ઠી ચાલુ હોય તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા દેશીદારૂ લીટર ૩૭૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૧૦૦ તથા ભઠ્ઠીને લગત ચીજવસ્તુ મળી પ્રોહી. ની સફળ રેઇડ કરી કુલ મુદામાલ રૂ.૧,૦૧,૫૫૦/- ના જથ્થા સાથે રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવેલ ઇસમ વિરૂધ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હા રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.