મોરબીમાં ટ્રોલીમાથી પશુ છોડાવવા બે શખ્સોએ મહાપાલિકાના કર્મીઓ તથા પોલીસને આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબી મહાનગરપાલિકાની પશુ પકડવાની શાખા દ્વારા શહેરમાં રખડતાં પશુઓ પકડવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે મોરબીના વિધ્યુતનગરમા મહાનગરપાલિકાના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પશુ પકડવાની કામગીરી કરતા હોય તે વખતે બે શખ્સોએ પોતાની ગાયો છોડાવવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા પોલીસને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા વિપુલભાઈ લખમણભાઇ છૈયા (ઉ.વ.૨૯) એ આરોપી કિશનભાઇ ગોગરા તથા ભરતભાઈ ગોગર રહે. બંને વિધ્યુતનગર મોરબીવાળા વિરુદ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીઓ પોતાની કાયદેસરની ફરજ પર હાજર રહિ મોરબી મહાનગર પાલીકાના રોડ રસ્તા ઉપર રખડતા પશુઓને પકડવાની કામગીરી કરતા હતા ત્યારે આરોપી કિશનભાઇએ પોતાના હવાલા વાળુ બુલેટ મોટરસાયકલ સાથે આવી ટ્રોલીમાં ભરેલ ગાયો તથા માણસો ઉભેલ હતા તેમ છતા ટ્રોલીમાં પુર ઝડપે બુલેટ મો.સા ચડાવી ટ્રોલીમાં આડુ મો.સા. ઉભુ રાખી મારી ગાયો નિચે ઉતારો તોજ મારૂ બુલેટ મો.સા. નિચે ઉતરશે નહિ તેમ કહિ આરોપી ભરતભાઈને ફોન કરી બોલાવી બન્ને આરોપીઓએ ભેગા મળી પોતાની ગાયો ટ્રોલીમાંથી છોડાવવા મહાનગર પાલીકાના કર્મચારીઓ તથા પોલીસ બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્ટાફને બીભસ્ત ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.