હળવદમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવક સહિત બે વ્યકિતને ત્રણ શખ્સોએ પાઈપ વડે ફટકાર્યા
હળવદ શહેરમાં રહેતા યુવક હળવદ બસ સ્ટેન્ડમા અમદાવાદની બસની રાહ જોઈ ઉભા હોય ત્યારે યુવકને આરોપીઓના કૌટુંબિક ભાઇઓ સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી યુવકને તથા સાથીને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આંબેડકરનગર -૦૧મા રહેતા ઉમેશભાઈ બચુભાઈ રઠોડ (ઉ.વ.૩૯) એ રમેશભાઈ મુળજીભાઈ પરમાર, જયેશ કાળુભાઈ પરમાર તથા મયુર રમેશભાઈ પરમાર રહે. બધા બસ સ્ટેન્ડ પાછળ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી હળવદ બસ સ્ટેશનમા અમદાવાદની બસ ની રાહ જોઇ ઉભા હતા અને ફરીયાદીને આરોપીઓના કોટુબીક ભાઇઓ સાથે આજથી છ એક મહીના પહેલા ઝઘડો તકરાર થયેલ હોય જેનુ મન:દુખ રાખી આરોપીઓએ લોખંડના પાઇપથી ફરીયાદીને માર મારી ઇજા પહોંચાડી તથા સાથી દેવજીભાઇ રાઠોડને આરોપીઓએ ડાબા હાથમા તથા પીઠના પાછળના ભાગે ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.