મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર -09ની વિઝીટ કરાઈ
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં ગંદકી કરતા ૦૯ ઇસમોને રૂ.૩૭૦૦/-નો દંડ કરવામા આવેલ. તેમજ સોલિડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા દર મંગળવારે અઠવાડીક ખાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત શહેરી વિસ્તારમાં શનાળા-ધુનડા રોડ, કપિલા હનુમાન ચોકથી પંચાસર નાકા સુધી, બિલાલની મસ્જીદથી વિજયનગર નાકા સુધી, નગર દરવાજેથી દરબારગઢ, સત્યમપાનવાળી શેરી, હીરાસરી રોડ, લીલાપર ચોકડીથી આવાસ યોજના, L.E.College ગ્રાઉન્ડ, ગોલ્ડન માર્કેટ પાસે તથા બોનીપાર્ક ખાતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.