Saturday, December 27, 2025

મોરબીના બીલીયા ગામે ભટ્ટ પરિવારના સુરાપુરાના સ્થાનકે રવિવારે જપ, પૂજા, યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સર્વે પિતૃઓના મોક્ષાર્થે સુરાપુરાધામ જુના બીલીયા તા.જી.મોરબી મુકામે પંચદિવસીય જાપ, પૂજા, યજ્ઞ વગેરેનું આયોજન કરવામાં આવેલ છે.જે તા.૨૪-૧૨ થી શરૂ થયેલ અને તેના પૂર્ણાહુતિ તા.૨૮-૧૨ ના થશે.સમસ્ત ભટ્ટ પરિવારને જોડાવા તેમજ રવિવારે યોજાનાર યજ્ઞ-મહા પ્રસાદનો લાભ લેવા જણાવાયેલ છે.કાર્યક્રમને સફળ બનાવવા રાજેષભાઈ (બગથળા), યોગેશભાઇ (મોરબી), હર્ષદભાઈ (ઝિકિયાળી), ચૈતનભાઈ (રાજકોટ), દિનેશભાઈ (વનાળીયા), ચંદ્રેશભાઈ (બીલીયા) વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

મચ્છુકાંઠા મોળપરીયા ભટ્ટ પરીવારના સર્વે પરિવારને જણાવાયેલ છે કે આગામી તા.૨૮ ને રવિવારના રોજ યજ્ઞ યોજાશે જેના યજમાન પદે દિપકભાઇ બળવંતરાય ભટ્ટ તેમજ વિવેકભાઇ રમેશભાઇ ભટ્ટ સાતક બેસશે.ત્યાં સ્થાપીત કરવામી મુર્તિના દાતા તરીકેનો લાભ સ્વ.કેતનભાઇ પ્રહલાદભાઇ ભટ્ટના મોક્ષાર્થે મનીષભાઇ પ્રહલાદભાઇ ભટ્ટે લીધેલ છે.તેમજ મહા આરતીનો લાભ ભૌતીક ધર્મેન્દ્રભાઇ ભટ્ટે લીધેલ છે.આ તકે રવિવારે યજ્ઞ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.સમસ્ત ભટ્ટ પરીવારને સુરાપુરાદાદાના આશીર્વાદ લેવા પધારવા જાહેર આમંત્રણ છે.વ્યવસ્થાના ભાગ રૂપે આવનાર લોકોએ સંખ્યાની જાણ મો.૯૮૨૪૨ ૩૯૦૯૭ અથવા મો.૯૯૨૫૪ ૯૪૪૪૦ ઉપર કરવી તેમ જણાવાયેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર