Saturday, December 27, 2025

હળવદના સરા રોડ પરથી છકડો રિક્ષા થોરી થયાની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ શહેરમાં આવેલ સરા રોડ પર ઢવાણીયા દાદાની દેરી સામે નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટ પાસેથી આધેડનો છકડો રિક્ષા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદમા મોરબી દરવાજા ક્રુષ્ણનગરમા રહેતા અને ટ્રાન્સપોર્ટનુ કરતા દયારામભાઈ ભુદરભાઈ ચાવડા (ઉ.વ‌.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની વાદળી કલરની જુની છકડો રીક્ષા રજીસ્ટર નં.GJ-13- T-5619 વાળી જેની કિમત રૂપીયા આશરે-૨૦,૦૦૦/- ગણી શકાય જે સરા રોડ ઉપર ઢવાણીયા દાદાના દેરી સામે નારાયણ પેરાજ ટ્રાન્સપોર્ટ પાસે રાખેલ હોય જયાથી કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર