મોરબીના ચકમપર થી જીકીયાળી રોડ પર કરવામાં આવેલ દબાણ ચકમપર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરાયાં
મોરબીના ચકમપર થી જીકીયાળી રોડ પર કેટલાક માણસો દ્વારા રોડ પર ઉકરડા રૂપી દબાણ ખડકી દેવામાં આવ્યા હતા જે ચકમપર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરી રોડ ખૂલ્લો કરાયો છે.
મોરબી તાલુકાના ચકમપર થી જીકીયાળી ગામ તરફ જવાના રોડ ઉપર અમુક દબાણો કરતા દ્વારા રોડ પર ઉકરડા કરવામાં આવ્યા હતા જેના કારણે લોકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી ભોગવવી પડી રહી હતી તેમજ આ દબાણના કારણે ઉકરડા બાજુમાં રહેતા લોકોને પણ હાલાકી પડી રહી હોય અને આ દબાણ હટાવવા બાબતે ગ્રામ પંચાયતને રજુઆત કરતા આજે ચકમપર ગ્રામ પંચાયત દ્વારા ચકમપર થી જીકીયાળી રોડ પર ઉકરડા રૂપી કરવામાં આવેલ દબાણ દૂર કરી રોડ ખૂલ્લો કરવામાં આવેલ છે.