MMC ના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધાનું ઇસ્ટ ઝોન ઓફિસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. દરેક શાખામાંથી એક વ્યક્તિ એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, આ કાર્યક્રમની પુર્ણાહુતિ બાદ ટોપ -3 ટાઈપિસ્ટને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધામાં MMCના કમિશનર સ્વપ્નિલ ખરે IAS, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા એ ભાગ લઈ કર્મચારીના ઉત્સાહમાં વધારો કર્યો હતો.