Saturday, December 27, 2025

મોરબીના બંધુનગર નજીક રોડ તોડી ગટર નહી બુરતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો પરેશાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે અને મકનસર એક્સલ સિરામિક નજીક ચોમાસામાં પાણી ભરાતું હોય છે અંગે ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરતા રોડ ઓથોરિટી દ્વારા કામચલાઉ માટે રોડ તોડી ગટર કરી દિધી પરંતુ ચોમાસુ પુરૂ થયુ છતા હજુ ગટર બુરી નથી કે બેરીયાર નથી લાગાવેલ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

મોરબીના બંધુનગર ગ્રામ પંચાયત નજીક અને મકનસર એક્સલ સિરામિક પાસે વર્ષોથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે જેની રજુઆત ગ્રામજનો દ્વારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને તથા રોડ ઓથોરિટી તેમજ જિલ્લા કલેકટરને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે અને ધારાસભ્ય દ્વારા રોડ ઓથોરિટીના અધિકારીઓને ગ્રામજનોની હાજરીમાં ખખડાવે છે પરંતુ ધારાસભ્યનુ કંઈ ઉપજતું નથી તેવુ લાગી રહ્યુ છે જેથી ગ્રામજનો દ્વારા ગત ચોમાસે રોડ ચક્કાજામ કર્યો હતો અને બીજે જ દિવસે કલેકટરને રજૂઆત કરી હતી અને કલેકટર દ્વારા જણાવાયું હતું કે ચોમાસા પછી તમારુ કાભ માટે શરૂ કરી દેવામાં આવશે પરંતુ કામ હજું સુધી શરું કર્યું નથી.

ત્યારે ઉલ્લેખનીય છે કે રોડા નાલાની ડીઝાઈન ખોટી હોય જેથી ગ્રામજનોના કહેવાથી ગટર તોડી અને ઉંડી કરી દીધી હતી અને ભૂંગળા કાઢી નાખતા પાણીનો નીકાલ થયો હતો તે ગટર તોડી નાખ્યા પછી આજ દિન સુધી રોડ ઓથોરિટી વાળા દેખાયા નથી કે નછી ગટર બુરી કે કોઈ બેરિયાર લગાવયા જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જો કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની‌ તેવા વેધક સવાલો સાથે ગ્રામજનો દ્વારા જલ્દી આ સમસ્યાનુ નિવારણ લાવવા માંગ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર