Sunday, December 28, 2025

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રૂ. 27.84 લાખના જુદા-જુદા પાંચ કામો પૂર્ણ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે દશ કામોને મંજૂરી આપી જે પૈકી રૂ. 27.84 લાખના જુદા-જુદા પાંચ કામો પૂર્ણ કરવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે જુદા-જુદા ૧૦(દસ) કામોની મંજુરી આપી શરૂ કરવામાં આવેલ જે પૈકી ૧) રૂ.૬.૯૯ લાખના ખર્ચે વાવડી રોડ વિસ્તાર (શ્રીહરી પાર્ક વોર્ડ નં.-૧)માં સી.સી.રોડનું કામ. ૨) રૂ.પ.૦૭ લાખના ખર્ચે વી.સી.પરા વિસ્તાર(સ્મશાન રોડ થી કાનાભુવા વાડી સુધી વોર્ડ નં.-૨)માં સી.સી.રોડનું કામ. ૩) રૂ.૫.૦૪ લાખના ખર્ચે કમલાપાર્ક શેરી નં.-૨(વોર્ડ નં.-૪)માં સી.સી.રોડનું કામ, ૪) રૂ.૫.૦૩ લાખના ખર્ચે નાસ્તા ગલી વિસ્તાર(નગર દરવાજા વોર્ડ નં.-૫)માં સી.સી.રોડનું કામ. ૫) રૂ.૫.૭૦ લાખના ખર્ચે મહેન્દ્રપરા વિસ્તાર(ઘાંથી શેરી વોર્ડ નં.-૬)માં સી.સી.રોડનું કામ આમ કુલ ૫ કામો પૂર્ણ કરવામાં આવેલ છે તેવી સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા તેની અખબાર યાદીમાં જણાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર