Sunday, December 28, 2025

મોરબીની જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે ભણતા વિદ્યાર્થીઓ 18 વર્ષે પુન: મળ્યા, જુની યાદો તાજા કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 18 વર્ષે પુન: મળ્યા હતા અને સમયની જુની યાદો તાજા કરી હતી.

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા બી.એડ.ના વિદ્યાર્થીઓએ પુનઃ મળવાનું અને જૂની યાદો તાજી કરવા માટેનું આયોજન નક્કી કર્યું હતું. જોકે બી.એડ. કોલેજ હોવાના લીધે જુદા-જુદા જિલ્લાઓમાંથી અને રાજ્યની બહારથી પણ વિદ્યાર્થીઓ તે સમયે સાથે ભણતા હોવાથી વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરવો મુશ્કેલ હતો.છતાં પણ જેટલા વિદ્યાર્થીઓને મળી શકાય તેટલા વિદ્યાર્થીઓને એકત્રિત કરીને મળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વર્ષ 20006-07 માં એટલે કે 18 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. અને જેટલા મિત્રો સાથે મળી શક્યા તેટલા વિદ્યાર્થીઓ મોરબી નજીકના હોટલમાં મળ્યા હતા.

અને ત્યાં પોતાના વર્ષ 2006-07 માં સાથે રહ્યા તે સમયના યાદગાર કિસ્સાઓને વાગોળ્યા હતા.તથા આગામી દિવસોમાં આ કોલેજમાં સાથે ભણતા અને હાલ કોન્ટેકમાં ન હોય તેવા અન્ય મિત્રોનો પણ કોન્ટેક્ટ કરવા માટે શું કરી શકાય ? તે સહિતની બાબતોની ચર્ચા કરી હતી અને ભવિષ્યમાં વધુ સહપાઠીઓ કે જેઓ વર્ષો પહેલા સાથે અભ્યાસ કરતા હતા.તેઓને મળી શકાય તેઓની સાથે સમય વિતાવી શકાય અને જૂની યાદો તાજા કરી શકાય તે માટે આગામી દિવસોમાં વધુ પ્રયાસો કરીને વધુ મિત્રો એકત્ર થઈ શકે તેવું આયોજન કરવાનું પણ વિચારવામાં આવ્યું હતું અને સાથે સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો.મોરબીના મહેન્દ્રનગર ગામે m કોઈપણ જગ્યાએ હોય અને તેઓ આ મિત્ર સર્કલના ગ્રુપનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો તેઓએ રાજેશ દેલવાડીયા, મો.98254 60002, હરદેવભાઈ ડાંગર મો.97273 67555 અથવ પત્રકાર જીગ્નેશ ભટ્ટ મો.94277 21546 નો સંપર્ક કરવો તેમ પણ યાદીમાં જણાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર