મોરબી: સબ જેલથી લીલાપર ચોકડી સુધીના રોડનું કામ તાત્કાલિક શરૂ કરવા કમીશ્નરને રજુઆત
મોરબી શહેરમાં આવેલ સબજેલથી લિલાપર ચોકડી સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોય જે રોડનુ તાત્કાલિક કામ શરૂ કરવા શ્રી રાજપૂત કરણી સેના મોરબી તાલુકાના પ્રમુખ રવિરાજ સિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીના લીલાપર રોડ તરીકે ઓળખાતો સબજેલ થી લીલાપર ચોકડી સુધીનો રોડ ખૂબજ ખરાબ અને બિસ્માર હાલતમાં છે અગાઉ પણ અનેક વાર આ બાબત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નકર પરિણામ સ્વરૂપ કામગીરી થયેલ નથી અગાઉ જ્યારે આ જ રોડ જિલ્લા પંચાયત ના R&B વિભાગના અંડરમાં હતો ત્યારે ત્યાં રિપેરિંગ અને મરામત યોગ્ય રીતે થતું હતું પરંતુ જ્યાર થી આ વિસ્તાર મહાનગરપાલિકામાં જોડાતા લોકો અત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યાંથી ધંધા વ્યવસાય અર્થે અને બજારમાં ખરીદી માટે લોકોનો રોજ નો અવરજવર નો માર્ગ છે અત્યારે ત્યાંના ખાડા એટલા મોટા છે કે રોજ કોઈ ને કોઈ અકસ્માતનો ભોગ બને છે તો શું કોર્પોરેશન કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું છે? કોઈ મોટો અકસ્માત થાય અને પછી તંત્ર જાગશે અને કામે લાગશે?
વધુમા જણાવ્યુ હતુ કે ઝડપથી આ રોડનું કામ શરૂ કરવામાં આવે અને જો તેમાં વિલંબ થાય એમ હોઈ તો અત્યારે તેની મરામત કરાવી યોગ્ય રસ્તો કરી આપવા માંગ કરી છે અને જો 15 જાન્યુઆરી સુધીમાં કોઈ કામગીરી શરૂઆત ન થઈ તો લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.