મોરબીના નીચી માંડલ થી વાંકડા જવાને રસ્તે કેનાલમાં આઠ વર્ષનો બાળક ખાબક્યો
મોરબી તાલુકાના નીચી માંડલ થી વાંકડા તરફ જવાના રસ્તે આવેલ કેનાલમાં એક અંદાજે આઠ વર્ષનો બાળક ડૂબી ગયો હોવાની જાણ નીચી માંડલ ગામના સરપંચ દ્વારા મોરબી ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી રેસક્યુ કામગીરી હાથ ધરી છે હજું સુધી બાળકની ભાળ મળેલ ફાયર વિભાગ દ્વારા બાળકોને શોધી કાઢવા કામગીરી ચાલુ છે તેમજ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને પણ જાણ કરવામાં આવેલ હોવાની સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ રહી છે.