મોરબીમાં ઉછીના રૂપિયા પરત માગતા મોતની ધમકી આપી યુવકને મરવા મજબૂર કરનાર ત્રણ ઈસમોની ધરપકડ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉછીના આપેલ રૂપિયા પરત માગતા યુવકને ત્રણ શખ્સો દ્વારા ડરાવી ધમકીઓ આપતાં યુવકે ઝેરી દવા પી લેતા યુવકનું મોત નીપજયું હતું જેથી યુવકને મરવા મજબૂર કરનાર ત્રણ ઈસમોને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ હોય જેમા ફરીયાદી નામે હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા રહે,ઉમા ટાઉનશીપ શુભ બી બ્લોક નં. ૨૦૧ મોરબી ૦૨ મૂળ રહે લક્ષ્મીનગર ગામ તા.જી.મોરબી વાળાએ આરોપી આશીષભાઈ રમેશભાઈ પાડલીયા (ઉ.વ.૨૫) રહે. લક્ષ્મીનગર ગામ તા.જી. મોરબી તથા આરોપી કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયા (ઉ.વ.૪૮) રહે.હાલ શ્યામ ૨ સોસાયટી પંચાસર રોડ મોરબી મુળ રહે કેશરીયા તા.લખતર જી.સુરેન્દ્રનગર વાળાઓને ફરીયાદીએ હાથ ઉછીના રૂપીયા આપેલ હોય જે રૂપીયા ફરીયાદીને પરત આપતા ન હોય જેથી ફરીયાદીએ તેના સાળા વિપુલભાઈ વિડજા (મરણજનાર) ને વાત કરેલ કે, મે આપેલ રૂપીયા આ આરોપી આશીષ તથા કમલેશ ઉર્ફે મહેશ નાઓ પરત આપતા ન હોય જેથી ફરીયાદી તથા મરણ જનારે રૂપીયા પરત મેળવવા માંગણી કરતા જે આરોપીઓને સારૂ નહિ લાગતા આરોપીઓએ પૈસા પરત આપવા ન પડે તે માટે પોલીસમાં ફરીયાદ કરી ડરાવી ધમકાવી આરોપી હિતેષભાઇ વાસુદેવભાઈ દસાડીયા (ઉ.વ.૩૫) રહે.હાલ સંકલ્પ હાઇટસ કામધેનુ પાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબી મુળ રહે.સુલતાનપુર વિશલનગર ગામ તા.માળીયા મી.જી.મોરબીવાળો જેઓ આરોપી આશીષના ફોઇનો દિકરો થતો હોય જેઓ બધાએ સાથે મળી ફરીયાદી તથા મરણ જનારને જાનથી મારી નાખવાની ધમકી આપી મરણ જનારને રૂબરૂમાં તથા ફોનથી ધમકી આપી હેરાન પરેશાન કરી મરવા મજબુર કરતા મરણ જનાર ઝેરી જંતુ નાશક દવા પી જતા મરણ ગયેલ હોય જે ગુનામાં આરોપી આશીષભાઈ રમેશભાઈ પાડલીયા, હિતેષભાઇ વાસુદેવભાઈ દસાડીયા તથા કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાની અટક કરેલ છે તેમજ મરણ જનારે મરતા પહેલા આરોપીઓ વિરૂધ્ધ સુસાઇડ નોટ લખેલ હોય જે મરણજનારના પિતા ભગવાનજીભાઇ વિડજાએ રજુ કરતા તપાસના કામે કબ્જે કરવામા આવેલ છે તપાસ હાલ ચાલું છે.
