હળવદના સાપકડા ગામે રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી
હળવદ તાલુકાના સાપકડા ગામે ચોરે રહેણાંક મકાનને ધોળા દિવસે નીશાને બનાવી રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ કિં રૂ.50 હજારના મુદ્દામાલની ચોરી કરી ચોર ઈસમ લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને ખેતી કરતા લક્ષ્મણભાઈ રતુભાઈ જાંબુકીયા (ઉ.વ.૪૮)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યા ચોર ઇસમે દિવસના સમયે ફરીયાદીના મકાનમાં બહારના ભાગે સંતાડેલ ચાવીથી દરવાજા ખોલી પ્રવેશ કરી અંદરના ભાગે લોખંડની તીજોરી ખોલી તેમાં રહેલ ચાંદીના અલગ અલગ દાગીના જેમાં જુના તુટેલ સાંકળાઓ સાત- આઠ જોડી, કેડે પહેરવાનો કંદોરો, ઝાંઝરી બે જોડી જેનુ કુલ વજન આશરે એક કિલો જેની કિ.રૂ. ૩૦,૦૦૦/- ની તેમજ સોનાના અલગ અલગ દાગીના જેમાં એક જોડી જુની તુટેલી બુટી, બે ઓમ, એક નાકમાં પહેરવાની ચુક જેનુ કુલ વજન આશરે ૫ થી ૬ ગ્રામ જેની કિ.રૂ ૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૫૦,૦૦૦/- ના મતાની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.