Tuesday, December 30, 2025

MMC@1 અંતર્ગત U.C.D. શાખા દ્વારા શખી મંડળની તથા યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ તથા આજીવિકા કેમ્પ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ તથા મહાનગરપાલિકા ના એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત સખી મંડળની બહેનો તથા યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ તથા આજીવિકા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રચાયેલા સખીમંડળની બહેનો તથા યોજનાકીય લાભાર્થી બહેનો માટે વાનગી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, અને વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાઓનું તથા આજીવિકા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાનગી સ્પર્ધામાં ૧૭ બહેનો, મહેંદી સ્પર્ધામાં ૧૧ બહેનો અને વેસ્ટમાંથી બેસ્ટ માં ૧૮ મળીને કુલ ૪૮ જેટલા લાભાર્થી બહેનોએ ભાગ લીધો હતો તમામ સ્પર્ધકોને ઉપસ્થિત નિર્ણાયક ટીમ અને મહેમાનોના વરદહસ્તે પ્રમાણ પત્રો અને પ્રથમ તથા ‌દ્વિતિય ક્રમાંક મેળવેલ સ્પર્ધક બહેનોને પારિતોષિકો આપવામાં આવ્યા હતા આજીવિકા કેમ્પ અંતર્ગત માટીકામ, ઇન્મીટેશન, અને હેન્ડીક્રાફટના ડેમો આપવામાં આવ્યા હતા જેથી બહેનો દ્વારા ઘરેબેઠા કામગીરી કરી આવક મેળવી શકાય જેનો લાભ ૧૪૭ જેટલા લાભાર્થી બહેનો દ્વારા લેવામાં આવ્યો હતો આ આયોજનમાં મોરબી મહાનગરપાલિકા યુ.સી.ડી. શાખા અધ્યક્ષ, ગુજરાત સ્ટેટ કન્સલ્ટન્ટ અધિકારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રતિનિધિ, મહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧ના પ્રતિનિધિ, ICDS વિભાગના પ્રતિનિધિ તથા શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થા, ઇન્ડિયન લાયન્સ ક્લબ સહિતના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર