Tuesday, December 30, 2025

મોરબીના ગીડચ ગામે ટેન્કરે બાઈકને હડફેટે લેતા બે યુવકના મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેર તેમજ જીલ્લામાં ભારે વાહનો દારૂનો નશો કરીને બેફામ ચલાવતા હોય છે આ બાબતે અનેક વખત ધ્યાન દોરવા છતા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામા આવતી નથી ત્યારે બેફામ બની રહેલ ટ્રક ચાલકોએ માજા મુકતા મોરબીના ગીડચ ગામે પાણીના ટેન્કર ચાલકે બાઈકને હડફેટે લેતા બે યુવકના મોત નિપજ્યા હતા જે બાદ ગ્રામજનો દ્વારા નિર્ણય કરાયો છે હવે કોઈ તળાવમાંથી પાણી ભરશે તો તેને પોલીસ હવાલે કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ મોરબીના ગીડચ ગામે પાણીના ટેન્કર ચાલકે બાઈકને હડફેટે લેતા બે યુવાનોના મોત નિપજ્યું છે અને એક યુવક સિરીયસ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લા માતેલા સાંઢની જેમ ટ્રકો બેફામ બન્યા છે. અને ટ્રક અને ડમ્પર ચાલકો દેશી દારૂનો નશો કરી ચલાલતા હોય છે જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાય છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે આવી જ ઘટના મોરબીના ગીડચ ગામે બની છે જ્યાં પાણીના ટેન્કર ચાલકે બાઈકને હડફેટે લેતા બે યુવાનોના મોત નિપજ્યા છે અને એક ઈજાગ્રસ્ત થયેલ જે બાદ ગ્રામજનોએ નિર્ણય કર્યો છે કે આજ પછી જો કોઈ પણ પાણીના ટેન્કર કે માટીની ખાલી ભરેલ ગાડીઓ જો ગીડચ ગામ થયને પસાર થશે તો સમગ્ર ગીડચ ગ્રામજનો એમને પોલીસ અથવા ખનીજ બોલાવી પોલીસ સ્ટેશન હવાલે કરશે તો સમગ્ર ગીડચ ગ્રામજનોનો નિર્ણય છે આજે ભયંકર અકસ્માત સર્જાયો અને ટ્રક ડ્રાઈવર પણ ગાડી લયને નાસી ગયો એક બે કિલોમીટર પાછળ જયને ટેન્કરને રોક્યું તેમ છતા ડ્રાઇવર ભાગી ગયો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર