મોરબીમાં કોલસા કૌભાંડના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા તળે અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરાયો
મોરબીના ચકચારી કોલસા કૌભાંડના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી એલ.સી.બી.દ્વારા ગઇ તા. ૨૧/૦૧/ ૨૦૨૫ ના રોજ બાતમીના આધારે રેઇડ કરી મોરબી તાલુકા ના જુનાસાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળની સામે એ.બી.સી. મોનરલ્સની બાજુમાં આવેલ પ્લોટમાં રેઇડ કરી મુદ્રાપોર્ટથી ટ્રકોમાં ભરાઇ આવતો ઇમ્પોર્ટ કોલસો કોડીનાર અંબુજા સીમેન્ટ ફેક્ટરીમાં જતો હોય જે ટ્રકોના ડ્રાઇવર તથા માલીક સાથે સંપર્ક કરી ટ્રકોમાં કંપની દ્વારા લગાડેલ જી.પી.એસ. સીસ્ટમ તથા સીલ ખોલી ટ્રકોમાં ભરેલ ઇમ્પોર્ટ કોલસો કાઢી લઇ તેમાં હલકી ગુણવતાવાળો કોલસો ભેળવી કોલસા ચોરી અંગેનુ કૌભાંડ ચાલતુ હોવાનું ધ્યાને આવતા જ્યાં રેઇડ કરી સ્થળપરથી ઇમ્પોર્ટ કોલસો, હલકી ગુણવતાવાળો કોલસો, ટ્રક, ટ્રેક્ટરલોડર, હિટાચીમશીન, મોટર સાયકલ, મોબાઇલ ફોન તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૦૯,૫૫,૦૦૦/- ના મુદામાલસાથે કુલ ચાર આરોપીઓને સ્થળપરથી પકડીપાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ જે ગુન્હાની તપાસ દરમ્યાન કુલ-૯ જેટલા આરોપીઓને આ ગુન્હામાં પકડવામાં આવેલ છે.
જેથી આ ગુન્હામાં સંડોવાયેલ અને આ ગુન્હાના મુખ્ય આરોપી અગાઉ પણ સન્-૨૦૨૪ના વર્ષમાં આવાજ પ્રકારના કોલસા કૌભાંડના ગુન્હામાં સંડોવાયેલ હોવાનુ જણાતા ઇસમ વિરૂધ્ધ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી આ આરોપી વિરૂધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે સામાવાળાને સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી. પોલીસની ટીમો બનાવી આરોપી નવઘણભાઇ જશાભાઇ બાલાસરા રહે.મોરબી વાવડી રોડ સતનામ સોસાયટી શેરીનં-૧ મુળરહે. કેરાળી તા.જી. મોરબીવાળાને પકડી પાડી આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલી આપેલ છે.