Friday, January 2, 2026

હળવદ જમીન કૌભાંડમાં બનાવટી હુકમમાં સિક્કા/સીલ મારવા માટે આપનાર ધાંગધ્રા પ્રાંત કચેરીના બે પટ્ટાવાળાની ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ-અલગ જમીનનું રેવેન્યુ રેકર્ડના બનાવટી હુકમમાં સિક્કા/સીલ મારવા માટે આપનાર ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

હળવદ પોલીસ સ્ટેશનમાં જમીન કૌભાંડનો ગુન્હો દાખલ થયેલ હોય જેમા જેમાં હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે અલગ અલગ કુલ-૯ આરોપીઓ વિરુદ્ધ હળવદ કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ-અલગ જમીનનું રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી પોતાના કરાવી લીધેલ હોવાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હોય જે ગુનામાં મુખ્ય આરોપી રમેશ બબાભાઇ સાંકરીયા(કોળી) ગામ કોયબા તા.હળવદ વાળો હાલે પોલીસ રીમાન્ડ ઉપર હોય જેથી આ ખોટુ રેકર્ડ કયાં, કોની પાસેથી, કેવી રીતે ઊભુ કર્યું તે બાબતે પુછપરછ કરતા જે તે સમયે પ્રાંત અધિકારી ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાની કચેરીમાં ફરજ બજાવતા ગોવિંદ પોપટભાઈ કુરીયા રહે ગામ રાજગઢ તા.ધાંગધા જી.સુરેન્દ્રનગર તથા મનસુખ માધાભાઈ કાંટીયા રહે ધાંગધ્રા ડો. આંબેડકરનગર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાએ ખેટા બનાવટી હુકમોમાં રાઉન્ડ સિક્કા/સીલ મારવા માટે આપેલ હોવાનું જણાઈ આવતા ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બન્ને પટ્ટાવાળાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર