મોરબીના સામાકાંઠે ફ્લોરા હોમ્સ પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં બાઈક ચોરીની ઘટના વધી રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ ફ્લોરા હોમ્સ પાસે ક્રિષ્ણા ઓટો ગેરેજ નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકનું બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ફ્લોરા હોમ્સ બ્લોક નં -૫૫ વોરા બાગ પાસે રહેતા અશ્વિનભાઈ હરજીવનભાઈ સિતાપરા (ઉ.વ.૪૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફ્લોરા હોમ્સ પાસે ક્રિષ્ણા ઓટો ગેરેજ પરથી ફરીયાદીનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૦-૦૨-સી.ડી-૮૯૨૩ જુની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.