Saturday, January 3, 2026

હળવદમાં નજીવી બાબતે આધેડ સહિત ત્રણ વ્યકિત પર ત્રણ શખ્સોનો તલવાર વડે હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદમાં રહેતા આધેડના પુત્રને આરોપીઓની બહેન સાથે સંબંધ હોવાની શંકા રાખી આરોપીઓએ આધેડના ઘરમાં ઘૂસી આધેડને તલવાર વડે ઈજા પહોંચાડી તથા સાથી મધુબેન તથા દક્ષાબેનને ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ માર્કેટીંગ યાર્ડ સામે રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ રતનજીભાઈ બારૈયા (ઉ.વ‌.૪૫) એ આરોપી ગોપાલ લીલાભાઈ કોળી, મનસુખ લીલાભાઈ કોળી તથા મહેશ ઉર્ફે મલો ભોલાભાઈ કોળી રહે. બધા ભવાનીનગર ઢોરામા હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દિકરા જયદીપને આરોપીઓના બહેન સાથે સંબંધ હોવાની શંકા રાખી આરોપીઓ ફરીયાદીના ઘરમાં ઘૂસી જઈને ફરીયાદિને માથાના ભાગે તીક્ષ્ણ હથીયાર તલવારનો ઘા મારી ગંભીર ઇજા કરી હતી તથા સાથી મધુબેન તથા દક્ષાબેનને ધોકા વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર