મોરબીમાં ડી બાબુલાલ આંગડિયા પેઢી દ્વારા ટ્રાન્સપોર્ટના ભાડાનાં રૂપિયા ન આપી કરી 46.90 લાખની છેતરપીંડી; ગુન્હો દાખલ
મોરબી; કચ્છ જીલ્લામાં રહેતા યુવક તથા સાથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ધરતી ટાવરમા ડી બાબુલાલ આંગડિયા પેઢીમાં પૈસાનો વહીવટ કરતા હોય જેથી યુવક તથા સાથી દ્વારા અલગ અલગ સમયે ટ્રાન્સપોર્ટના કુલ. ૪૬,૯૦,૭૦૦ ડી બાબુલાલ આંગડિયા પેઢીમાં જમા કરાવેલ હોય જેની ઉઘરાણી કરતા આજ સુધી રૂપિયા પરત ન આપી છેતરપીંડી કરી રૂપિયા પડાવી લીધા હોવાની બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ગામે રહેતા ૧૬ માધવ ચેમ્બર્સમાં રહેતા કલ્પેશભાઈ રમેશભાઈ ઠક્કર (ઉ.વ.૩૬) એ આરોપી દિલીપસિંહ કનુભાઈ ગોહીલ રહે. પંચાસર તા. શંખેશ્વર જી. પાટણ તથા જગદીશભાઇ ઉર્ફે જગાભાઈ પટેલ (ડી બાબુલાલ આંગડિયા પેઢીના માલિક) રહે. મોરબી રોડ સેટેલાઈટ ચોક, પુષ્કરધામ એવન્યુ, ઉમીયા કૃપા રાજકોટ તથા તપાસમાં ખૂલે તે તમામ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ટ્રાન્સપોર્ટના ભાડાના રૂા.૨૪,૯૬,૮૫૦/- અલગ અલગ સમયે સાથી અમિતભાઇ મનસુખભાઇ ભટાસણા તથા મહેશભાઇ ઘનશ્યામભાઇ હડીયલ રહે.મોરબી વાળાઓએ ફરીયાદીના કહેવાથી તથા સાથી સુનીલભાઇ નરેન્દ્રભાઇ ઠક્કરના રૂા.૨૧,૯૩,૮૫૦/- એમ કુલ મળી રૂા.૪૬,૯૦,૭૦૦ /- મોરબી ધરતી ટાવરમાં આવેલ ડી બાબુલાલ આંગડીયા પેઢીમાં છેલ્લા ઘણા સમયથી વહીવટ સંભાળતા આરોપી દિલિપસિંહ કે જેઓને આરોપી જગદીશભાઇ ઉર્ફે જગાભાઈએ આ આંગડીયા પેઢીનો વહીવટી અધિકાર સોંપેલ હોય તેઓ પાસે જમા કરાવેલ હતા જે ફરીયાદી તથા સાથી રૂપિયાની આરોપી દિલિપસિંહ પાસે અવાર નવાર ઉઘરાણી કરવા છતા આજદિન સુધી રૂપિયા આપતા ન હોય જેથી ફરીયાદી તથા સાથી આરોપી જગદીશભાઇ ઉર્ફે જગાભાઈને જાણ કરતા તેઓએ ફરીયાદી તથા સાથીને વિશ્વાસ આપી તમારા રૂપિયા ગમે તે રીતે હું આપી દઇશ મારી તથા મારી પેઢી પર વિશ્વાસ રાખો તેમ કહી આરોપીઓએ ફરીયાદી તથા સાથીને વિશ્વાસ આપી આજદિન સુધી કુલ રૂા. રૂા.૪૬,૯૦,૭૦૦/- નહી આપી ઓળવી જઇ ફરીયાદી તથા સાથી મિત્ર સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
