મોરબી: પરિણીતાને દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ દાખલ
મોરબીની દિકરી રાજકોટ સાસરે હોય જ્યાં સાસરીયા પક્ષ દ્વારા પરણિતાને શારિરીક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતુ હોવાથી પરણિતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાયમોલ પાસે રામનગર સોસાયટીમાં માવતરને ત્યાં રહેતા રીમાબેન રવિભાઈ પરમાર (ઉ.વ.૩૦) એ આરોપી રવિભાઈ કનૈયાલાલ પરમાર (પતિ), કનૈયાલાલ મોહનલાલ પરમાર (સસરા), રંજનબેન કનૈયાલાલ પરમાર (સાસુ), હિરેનભાઈ કનૈયાલાલ પરમાર (જેઠ) રહે ચારેય ૧૦,બજરંગવાડી,પવનપાર્ક,જામનગર રોડ,રાજકોટ તથા ગીતાબેન રાજેશભાઈ મઘોડીયા (નણંદ) રહે. રેલનગર, રાજકોટવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ-૮૫, ૧૧૫(૨), ૫૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.