મોરબી મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ શાખામાં વિવિધ પ્રકારના ટેક્સ ઉઘરાણાથી મનપાની તિજોરીમાં અનેકગણી આવક
મોરબી મહાનગર પાલિકાને ટેક્સ કલેક્શન દ્વારા વર્ષ 2025-26 માં હાઉસ ટેક્સ શાખામાં વિવિધ પ્રકારના ટેક્સ ના ઉઘરાણા થી મહાનગર પાલિકાની તિજોરી માં અનેક ગણી આવક થવા પામી છે. રૂ. 20,8308,7.69-/ ની આવક શહેરી વિસ્તાર માંથી ટેક્સ કલેકશન દ્વારા થયેલ છે, 1.99. 61,399-/ ની ગ્રામ્ય વિસ્તામાંથી ટેક્સ કલેક્શન ની આવક થયેલ છે. અને પ્રોફેશનલ ટેક્સ નું EC રૂ. 56,00,690-/ આવક તથા AC 1,84,06.461 આવક થવા પામી છે. પ્રોપર્ટી ટેક્સ સ્વીકારવાની કામગીરી મોરબી મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતે સવારે 10:30 થી સાંજે 5:00 સુધી સ્વીકારમાં આવે છે.
તેમજ મોરબી મહાનગર પાલિકા સંચાલિત તમામ કુલ (11) કલ્સટર ઓફિસમાં સાવરે 10:30 થી 1:30 સુધી મિલકત શાખા દ્વારા વેરો સ્વીકારવામાં આવશે, જેની સર્વે નગરજનો એ નોંધ લેવી. સર્વે મોરબી મહાનગર પાલિકા ના રહેવાસીઓને જણાવવાનું કે મોરબી મહાનગર પાલિકા ની ટેક્સ શાખા દ્વારા ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પણ ટેક્સ નું કલેક્શન કરવામાં આવે છે જેનો શહેરના બહોળા પ્રમાણ માં મિલકત ધારકો લાભ લઈ રહ્યા છે.
મોરબી મહાનગર પાલિકાની ટેક્સ શાખા દ્વારા હાલ મહાનગર પાલિકાના હદ વિસ્તરમાં સમાવેશ થતી મિલકત નું બાકીલેણું હોય તેવા અરજદારો ને વોરંટ બજવણી ની કામગીરી શરુ કરવામાં આવી છે, જેમાં અત્યારસુધી 49 મિલકત આસામી ઓને મિલકત વેરા શાખા દ્વારા વોરંટ બજવણી કરવામાં આવી છે, આગામી સમય માં મોરબી મહાનગર પાલિકા દ્વારા જે મિલકત આસામીઓ દ્વારા ટેક્સ ની ભરપાઈ કરવામાં નથી આવી તેમની મિલકત ની સીલિંગ કામગીરી હાથ ધરવાની શરુ કરવામાં આવનાર છે.